ચીખલી ગામે ચરાવવા આપેલી 13 ગાય કતલ માટે વેંચી નાખી

09-01-2025

Top News

માળિયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

માળિયા મિંયાણાના ખાખરેચી ગામે રહેતા જીલાભાઈ ભલુભાઈ શિયાર (ઉ.વ.૪૫)એ આરોપી મુસ્તાક આમીન લધાણી અને આમીન કરીમ લધાણી (રહે. બંને ચીખલી) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેની માલિકીની ૨૦ ગાયો અને બળદેવભાઈ મેવાડાની ૩૦ ગાયો પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા માટે આપી હતી. બાદમાં બન્ને આરોપીઓએ જલાભાઈની ૩ ગાયો અને બળદેવભાઈની ૧૧ સહિત કુલ ૧૪ ગાય પરત ના આપી વિશ્વાસઘાત કર્યો હતો. જેથી માળિયા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી.

જેમાં આરોપી મુસ્તાક અમીન લધાણી અને આમીન કરીમ લધાણી (રહે. બંને ચીખલી)ને ઝડપી લીધા હતા અને સધન પૂછપરછ કરતા તેમણે ૧૪માંથી ૧૩ ગાયો કતલ માટે અન્ય શખ્સોને વેચ્યાની કબુલાત આપી હતી. જેથી માળિયા પોલીસે અન્ય આરોપી રમજાન હારૂન જામ (રહે. જુના અંજીયાસર), અલાઉદીન મુસા જામ, અબ્બાસ મુસા મોવર અને સાઉદ્દીન ઓસમાણ કાજેડીયા (રહે. ત્રણેય કાજરડા, તા. માળિયા) એમ ચાર સહિત કુલ છ આરોપીને ઝડપી લઈને બે દિવસનાં રિમાન્ડ મેળવી વધુ પુછતાછની તજવીજ હાથ ધરી હતી. આ સાથે માળિયા પોલીસે બનાવ મામલે પશુ સંરક્ષણ અધિનિમય હેઠળની કલમોનો ઉમેરો કર્યો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates