ગોમટાના ગોડાઉનમાં ચોરાયેલી 289 બોરી મગફળી સીમમાંથી ઝડપાઇ, 4ની ધરપકડ
24-04-2025
નાફેડ સંગ્રહિત મગફળી ચોરી પ્રકરણમાં ડિટેક્શન
ગોમટા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાંથી નાફેડ દ્વારા સ્ટોક કરેલી મગફળી જથ્થામાંથી રૂા.૭,૪૯ લાખની ૨૮૭ બોરી મગફળી ચોરી થયાની ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ. આ તમામ જથ્થો ગોમટાની સીમમાંથી હસ્તગત કરી ૪ શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજ જોતા રાત્રે બે આઈસર ટ્રક મગફળીનાં ગોડાઉને ગયાનું નજરે પડયા બાદ ભેદ ઉકેલાયો
ગઇકાલે મગફળી ચોરીની ફરિયાદ થયા બાદ ડીવાયએસપીએ જુદી-જુદી ટીમ બનાવી ગુન્હાનો ભેદ ઉકેલવા પોલીસ તંત્રને કામે લગાડયું હતું. ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ આઇપીએસ નવીન ચક્રવર્તી તેમજ ટીમે ગોડાઉન આસપાસના કારખાનાઓમાં કામ કરતા લોકો પાસેથી વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. એ પછી ગોડાઉન આસપાસના કારખાનાઓ તથા રસ્તાના ફુટેજ કેમેરામાં ચેક કરતા બે આઈસર ટ્રક ગોડાઉન તરફ રાત્રે જતા હોવાનું દેખાયું હતું અને તેની સાથે ગોમટાનો વિજય રાઠોડ જોવા મળતા જ આ શખ્સને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આખા રેકેટનો ભાંડો ફૂટી ગયો હતો.
આ શખ્સે પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા અને કહ્યું હતું કે તે તથા તેના ગોમટા ગામના દીપક વાસાણી અને મપૂર ભગડાએ ભાડાથી બે આઇસર ટ્રક મગાવી ગૌડાઉનમાંથી મગફળીની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તેમજ ચોરી કર્યા બાદ તમામ બોરી દીપક વસાણીની વાડીએ છુપાવી દીધી હતી.
આ પછી પોલીસે ડીપક વસાણીની વાડીએ જઈ ચેક કરતા ચોરી થયેલી ૨૮૭ બોરી મગફળી મળી આવતા રૂા.૭.૪૯ લાખનો મુદામાલ હસ્તગત કર્યો હતો. આ પ્રકરણમાં ગોમટાના વિજયભાઈ મનસુખભાઈ રાઠોડ પંધો: ડ્રાઇવિંગ, દિપકભાઈ ઉર્ફે ષીરૂભાઈ વસંતભાઈ વાસાણી (ઉ.વ. ૪૯, પંપો: વેપાર, રહે. ગૌમટા, મપૂરભાઈ ઉર્ફે સુખો પોપટભાઈ બગડા (ઉ.વ. ૧૯, પંચો: મજુરી), ભીખાલાલ વ્રજલાલ અજમેરા (ઉં.વ. ૭૭, નિવૃત્ત, રહે. માર્કેટ યાર્ડ પાછળ, ગોંડલ)ની ધરપકડ કરી છે. આ ભારામાં ટ્રક કિંમત રૂા.પ લાખ રૂા.૪.૫૦ અને આઈસર ટૂંક કિંમત મગફળીની ૨૮૭બોરી મળી કુલ ૧૯,૯૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે."