ધોરાજી નજીક ભાદર-2 ડેમ છલકાઈ જતાં એક દરવાજો એક ફૂટ ખોલાયો

24-06-2025

Top News

નદી બે કાંઠે વહી, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

સૌરાષ્ટ્રમાં હળવા ભારે વરસાદની વચ્ચે ધોરાજી પંથકનો ભાદર-૨ ડેમ છલકાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં વરસાદથી શેત્રુંજી અને સાતલડી ડી નદી બે કાંઠે વહી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવો ભારે વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લાની શેત્રુંજી, સાતલડી નદી બે કાંઠે વહી, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

ધોરાજી નજીક આવેલા ભાદર-૨ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાઈ જતાં એક દરવાજો એક ફૂટ ખોલી પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર થઈ છે. આ ડેમમાં ૧૩૧૫  ક્યુસેક પાણીની આવક થતાં ડેમ રેલ લેવલ સુધી ભરાઈ ગયો છે. આવી જ રીતે | ગોંડલ, જામકંડોરણા, વિંછીયામાં વરસાદી ઝાપટા પડતા ઠંડક થઈ હતી. જામખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા. વરસાદ બાબતે અમરેલી જિલ્લામાં

ઓરેન્જ એલર્ટ જાહેર થયાના પગલે વરસાદના કારણે શેત્રુંજી અને સાતલડી નદી બે કાંઠે વહેતી થઈ છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જણાવાયું છે. જાફરાબાદના દરિયાઈ વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતો રાજી થયા છે. ધારીના ગોપાલગ્રામ, ચલાલા, સાવરકુંડલાના પીઠવડી નાના ઝીંઝુડા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates