પ્રાકૃતિક ખેતી થકી જ કૃષિનું જતન થશે, દ્વારકા ખાતે પ્રાકૃતિક ખેતી સંમેલન
08-06-2025
ગુજરાત રાજયના રાજયપાલ માર્ગદર્શન આપશે
પ્રાકૃતિક ખેતી આપણી ભારતીય સંસ્કૃતિનો વિરસ વારસો રહ્યો છે. પ્રાકૃતિક ખેતી થકી કૃષિમાં નવસર્જન રહ્યું છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ થયું છે. તેથી આવતીકાલ તા.૮નાં ગુજરાતનાં પ્રગતિશિલ ખેડૂત, કૃષિ પ્રેમીઓ, ખેડૂતો સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓ ગૌશાળા સંચાલકો સાથે દ્વારકામાં પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
સમસ્ત મહાજન દ્વારા પાલીતાણામાં ૧ લાખ વૃક્ષોના વાવેતરથી ગ્રીન કવર કરાશે, જીવદયા પ્રવૃત્તિનો સંકલ્પ
રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતીને લીધે ખેતીમાં ખર્ચનું પ્રમાણ ઘટશે. ઉત્પાદન વધશે. આ માટે ખેડુતો જીવામૃત, બીજામૃત અને તીમાસ્ત્ર જેવી પ્રાકૃતિક ખેતીની પધ્ધતિઓ અંગે માર્ગદર્શન મેળવશે. રાજકોટમાં આજરોજ સમસ્ત મહાજન વિવિધ નવદયા અને જીવરક્ષાની પ્રવૃતિઓ અંગે ડો. ગિરીશભાઈ શાહના વડપણ હેઠળ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્તાન સહિતનાં વિસ્તારોમાં ૮૫૦થી વધુ ગામોમાં તળાવો ઉંડા ઉતારવા ગૌચર નિર્માણ જીવદયારથ, ભોજનરથ, ગ્રામવિકાસ, દેશીવૃક્ષનું વૃક્ષારોપણ, પરિવાર ભક્તિ, શિક્ષણ અને અનાથ બાળકોના હોસ્ટેલ સહિતની સેવાકીય પ્રવૃતિઓ અંદાજ આપવામાં આવ્યો હતો. દેશી વૃક્ષોના જતનના સંદર્ભમાં જણાવાયું હતું કે, આંબો, આંબલી, લીમડો, હરડે, બરેડે, સમી, બિલીપત્ર, જાંબુ, આંબળા, કર્દપ, કરંજ, અર્જુન જેવા વૃક્ષોના વાવેતરથી પર્યાવરણ સુધરે છે વરસાદ સારો થાયછે. ડીસાના નેસડા જુના ખાતે સદભાવના વૃધ્ધાશ્રમ અને જૂના નેસડા જૈન સંઘના ઉપક્રમે ૧૬૦૦ જેટલા વૃક્ષનું ટીગાર્ડ સાથે વાવેતર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પાલીતાણામાં ૧ લાખ વૃક્ષો વાવીને ગ્રીનકવર કરવામાં આવશે.