આજે પણ રાજ્યમાં છૂટાછવાયા માવઠાંનુ એલર્ટ, કૃષિ પેદાશો ઢાંકીને રાખવા સૂચના

15-05-2025

Top News

ટ્રોફ નબળું પડ્યું ત્યાં ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન

ગુજરાતમાં કાલથી સુકા હવામાનની આગાહી થતી રહે છે પરંતુ, બે દિવસથી કાલ પડતી નથી અને માવઠોનું એલર્ટ એક એક દિવસ લંબાતું જાય છે. આવતીકાલે પણ ગુજરાતમાં છૂટાછવાયા હળવા વરસાદનું ઘલો એલર્ટ જારી કરાયું છે. બીજી તરફ હાલ ખેડૂતો ટનબંધ કૃષિજણસી વેચવા માટે પાર્કમાં લાવતા હોય અને માવઠાંના માહીલના પગલે આ કૃષિપેદાશો ઢાંકીને લાવવા,રાખવા સૂચના જારી કરાઈ છે.

વરસાદના વિરામ સાથે ગરમી વધી, રાજકોટ, સુરેન્દ્રનગર, કંડલામાં પારો ૪૦ સે.ને પાર, ૪૪ સે. પહોંચવાની શક્યતા

સૌરાષ્ટ્રથી જેમાં મોટાભાગે વાદળો, ભેજ, ઠંડક હોય તેવો વાતાવરણનો નીચા દબાણનો વિસ્તાર એટલે કે ટ્રોફની સીસ્ટમ ગઈકાલે પ્રબળ હતી તે આજે મંદ પડી છે પરંતુ, તે સાથે ગુજરાત ઉપર ઉપરી હવાની ચક્રાકાર ગતિ સર્જાઈ છે. જે અન્વયે મીસમ વિભાગે આવતીકાલે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ વડોદરા સહિત વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવા ઝાપટાં ગાજવીજ સાથે વરસવાની આગાહી કરી છે.

જો કે, વલસાડ પંથકમાં એક ઈંચ વરસાદને બાદ કરતા સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાઠનો એકંદરે વિરામ રહ્યો હતો અને તેના પગલે તાપમાનમાં વધારો થયો છે. રાજકોટ ૪૦.૯, સુરેન્દ્રનગર ૪૦.૮, કંડલા ૪૦ સે. સાથે એકાદ સપ્તાહ બાદ ફરી પારો ૪૦ સે.ને પાર થયો છે. મૌસમ વિભાગ અનુસાર આગામી ચાર દિવસમાં આ તાપમાનમાં ૪ સે. સુધી વધારો થવાની શક્યતા છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates