અમદાવાદમાં ફરી માવઠાનું સંકટ ચાર દિવસ વરસાદની આગાહી
19-05-2025
22 મે બાદ વાતાવરણમાં પલટો આવવાની આગાહી
અમદાવાદમાં માવઠાનું વધુ એક સંકટ સર્જાયું છે. આગામી ૨૨ થી ૨૫ મે દરમિયાન અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ૩ દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૧૯ થી ૨૧ મે દરમિયાન અમદાવાદનનું તાપમાન ૪૦ની આસપાસ રહેશે. આ પછી વાતાવરણમાં પલટો આવતાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે, હવામાન નિષ્ણાતોને મતે ૨૪ મે સુધી અમદાવાદના વાતાવરણમાં પલટાની શક્યતા ઓછી છે. આ પછી ૨૫ થી ૩૦ | મે દરમિયાન હળવો વરસાદ પડી શકે છે.
દરમિયાન આજે અમદાવાદમાં ૩૯.૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૫ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. દરમિયાન સોમવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે ૨૪-૨૫ મેના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડે તેની સંભાવના છે.