ગાય આધારિત ખેતીનાં પશુપાલક કચ્છમાં કન્યાદાન પ્રસંગે કરશે ગાયમાતાનું દાન
10-01-2025
કચ્છમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શુભ લગ્નોત્સવ
રાજકોટ, 'હું તો માત્ર નવ ધોરણ ભણેલો છુ પરંતુ ગાય આધારિત ખેતી અને ગૌશાળાની ઉપયોગિતા વિશે યુનિ.નાં વિદ્યાર્થીઓને પ્રવચન આપુ છું. આ શબ્દો આજરોજ કચ્છમાં અંજાર ખાતે નીલકંઠ ગોવિજ્ઞાનકેનદ્ દ્વારા ગાય આધારિત ખેતીનાં પ્રયોગો કરી માત્ર ચાર એકર જમીનમાંથી વર્ષે લાખો રૂા. ની વિજ મેળવતા ગૌ પ્રેમી મેઘજીભાઈ હીરાણીએ કહ્યું હતું તેમના દિકગરા દિકરીનાં તા. ૨૧ જાન્યુ.નાં આયોજિત લગ્નોત્સવમાં પણ કચ્છની ગાયને કેન્દ્રમાં રાખી સંપુર્મભારતીય સંસ્કૃતિને અનુરૂપ શુભ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
રાસાયણિક ખાતરથી થતા નુકશાનથી થાકીને પ્રાકૃતિક ખેતી તરફ વળી છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ગૌશાળાના માધ્યમથી ૧૨૦ પ્રકારની અલગ અલગ ચીજવસ્તુઓ જેમ કે ગોવરકુંડા, ચકલીઘર, ગણેશજી હવન સામગ્રી, જુર કુલ્ફી, બેરખા, ફુલડાડી, આંના ટીપા, પંચગવ્ય નસ્ય, ત્રિફળા ચુર્ણ, શેમ્પુ, દંતમંજન, મોબીલ ચિપ્સ, સાબુ, રાખડી, ધુપકપ, પાવડર, સહિતની ચીજવસ્તુઓ બનાવી ગાય આધારીત ખેતીને અનેક લોકો સુધીપહોંચાડવાનું કામ કરનાર મૈઘજીભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે, લગ્નોત્સવ પાછળ આડેધડ થતા ખર્ચ બંધ થવા જોઈએ ભારતીય સંસ્કૃતિએ વૈદિક સંસ્કૃતિ છે તેમાં દર્શાવેલા વિિિધવિધાનથી લગ્નોત્સવનું આયોજન જરૂરી છે.
દીકરા - દીકરીનાં લગ્ન પ્રસંગે ૧૦૮ વિવિધ ઔષધીય વૃક્ષોની ભેટ અપાશે, મહેમાનોને કેળાના પાનમાં પીરસાશે ગોવ્રતિ ભોજન
પોતાનાં દિકરા દિકરીનાં લગ્ન પ્રસંગે મહેમાનોને કેળના પાનમાં ગોવ્રતી ભોજન પીરસવામાં આવનાર હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે, ભોજનમાં અનાજ, શાકભાજી, કઠોળ, સંપુર્મ ગાય આધારીત ખેતી દ્વારા પકાવવામાંઆવ્યુંહશે. ભોજનબનાવનાર અને પીરસનાર સંપુર્ણ નિર્વ્યસની હતો. ભોજન બનાવવામાં તાંબાપિતળ સ્ટેલીનાં વાસણોનાં ઉપયોગ થશે. ભોજનમાં કોઈ પ્રકારનાં કૃત્રિમરંગ, લીંબુના ફૂલ, આજીનો ખોટો કે રાસાયણીક વસ્તુનો વપરાશ થતો નહી દિકરીને કન્યાદાનમાં ગાયનું દાન અપાસે. ૧૦૮ વિવિધ દેશી અને ઔષધીય વૃક્ષની ભેટ આપવામાં આવશે. સ્નાનત સંસ્કૃતિનાં જતન માટે આયોજિત શુભ લગ્નોત્સવ ગાયમાતાનાં જતન અને સાંવર્ધનનો વિશિષ્ટ ઉત્સવ બની રહેશે.