હિમાચલમાં વાદળ ફાટતા અનેક તણાયા બે લોકોના મોતઃ સાત જિલ્લામાં એલર્ટ

26-06-2025

Top News

હિમાચલની કેટલીક નદીઓએ ભયજનક સપાટી વટાવી

હાલમાં કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા પૂર આવ્યું હતું. હિમાચલના કુલ્લૂમાં વાદળ ફાટતા સાત જિલ્લાઓમાં તૂફાનનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાદળ ફાટયા બાદ પૂર આવતા અનેક વાહનો અને વૃક્ષો પાણીમાં તણાયા હતા જેની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

નાગરિકો, વાહનો, વૃક્ષો તણાયાના વીડિયો વાયરલ ચોમાસુ દિલ્હી નજીક પહોંચ્યું, રાજધાનીમાં યેલો એલર્ટ

હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં સેજ પાટીમાં વાદળ ફાટયું હતું, જેને પગલે અહીં જીવા નાળામાં પૂર આવ્યું હતું જેમાં અનેક વાહનો તણાયા હતા, વાદળ ફાટતા આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે પાણી ભરાવાને કારવો કેટલાક લોકોને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા હતા. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા મુજબ વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે અહીંની પાર્વતી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેને કારણે નદીના કાંઠાવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા છે. હાલ કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલો નથી. હિમાચલ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, ચંડીગઢ, હરિયાણા, પુણેમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

જ્યારે દિલ્હીમાં ચોમાસાના આગમનને પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ હિમાચલ પ્રદેશમાં અનેક વિસ્તારોને એલર્ટ કરાયા છે જેમાં કાંગરાનો પણ સમાવેશ થાય છે. વાદળ ફાટવાને કારણે કાંગરામાં પૂર આવ્યું હતું જેમાં કેટલાક લોકો તણાયા હતા, તણાયેલા લોકોમાં બેના મોત નિપજ્યા છે જ્યારે અન્યોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. કુલ્લૂ અને કાંગરામાં અનેક મકાનો પણ તણાયા હોવાના અહેવાલો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates