તા. 20 થી 23 દરમિયાન આર્દ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ થવાનું અનુમાન

10-06-2025

Top News

ત્રણ તબક્કા પૈકી પ્રથમ વાવણી અમરેલી પંથકમાં થશે

સોરઠ સહિત સૌરાષ્ટ્રમાં ર૦થી ૨૩ જૂન દરમ્યાન આર્દ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ થવાનું અનુમાન છે. ત્રણ તબક્કામાં વાવણીલાયક વરસાદ થશે, જેમાં પ્રથમ વાવણી અમરેલી પંથકમાં થવાની સંભાવના છે. આ ઉપરાંત દરમ્યાન હસ્ત (હાથિયા) નક્ષત્રમાં ગાજવીજ સાથે રથી ૧૦ ઈંચ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નવરાત્રિ દરમ્યાન હસ્ત(હાથીયા) નક્ષત્રમાં પવન અને ગાજવીજ સાથે રથી ૧૦ ઈચ વરસાદ થવાની સંભાવના

જૂન માસનું પ્રથમ સપ્તાહ વિતી, ગયું છે. સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ થયો હતો ત્યારબાદ હાલ તાપ પડી રહ્યો છે. સત્તાવાર રીતે ૧૫ જૂનથી ચોમાસું શરૂ થાય છે. ગત તા.૯ જૂનના અમુક વિસ્તારમાં વરસાદ થયો હતો, હવે સૌરાષ્ટ્રમાં ર૦થી ૨૩ જૂન દરમ્યાન વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. મણ તબક્કામાં વાવણીલાયક વરસાદ થશે. જેમાં પ્રથમ વાવણી અમરેલી પંથકમાં થશે.

અવકાશની સ્થિતિ, પવનની દિશા, નક્ષત્ર, ઉતાસણી- અખાત્રીજના પવન, માગસર મહિનાના વાદળા, મહા મહિનાનું માવઠું, વનસ્પતિ, પશુ-પક્ષીની બોલીની ચેષ્ટા, ચૈત્ર માસના દનૈયા, જમીન પર રાફડાની કૌરામણ સહિતના આધારે ૩૫ વર્ષથી વરસાદનું પૂર્વાનુમાન કરતા વંથલીના વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણિકલાલ વામજાએ જણાવ્યું હતું કે, તા.૨૮ જૂનથી ૧ જુલાઈ દરમ્યાન આર્દ્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ તેમજ ૯થી ૯ જુલાઈ દરમ્યાન પુનર્વસુ નક્ષત્રમાં અમુક વિસ્તારમાં વધુ વરસાદ, ૧૯થી ૧૯ જુલાઈ દરમ્યાન પુષ્પ નક્ષત્રમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાથી નદી-નાળામાં નવાં નીર આવવાની સંભાવના છે.

આ ઉપરાંત ૨૭ જૂલાઈથી ૧ ઓગસ્ટ દરમ્યાન સૌરાષ્ટ્રમાં પવન અને ગાજવીજ સાથે, ૯થી ૧૨ ઓગસ્ટ દરમ્યાન સાધારણ વરસાદ, ૧૯થી ૨૨ ઓગસ્ટ દરમ્યાન મથા નક્ષત્રમાં ભારે પવન સાથે સાધારણ વરસાદ, ૧થી ૪ સપ્ટેમ્બર દરમ્યાન સારો વરસાદ, ૧૦થી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ગાજવીજ સાથે બપોર બાદ મંડાણી વરસાદ, ૨૦થી ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન બપીર બાદ પવન સાથે મંડાણી વરસાદ અને ૧થી ૧૦ ઓક્ટોબર દરમ્યાન નવરાત્રિમાં હસ્ત એટલે કે હાથિયા નક્ષત્રમાં પવન અને ગાજવીજ સાથે રથી ૧૦ ઈંચ વરસાદ થવાની સંભાવના છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates