20 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતના નામે 8 લાખની લોન!

07-06-2025

Top News

વાંદરવડ ગામના ભોગ બનનાર ખેડૂતોની વ્યથા

ભેસાણના વાંદરવડમાં મંડળીના કૌભાંડનો મુદ્દો વિધાનસભાની સીટ પર ચર્ચાસ્પદ બની ગયો છે. ભોગબનનાર ખેડૂતોએ પણ ચૂંટણી સમયેજ તેમનો જવાબ |માંગતા ભાજપના આગેવાનોમાં અને ઉમેદવારમાં દોડધામ મચી ગઈ છે. આ વિશે 'આપ' સમક્ષ રાવ કરવામાં આવી હતી. વાંદરવડમાં મંડળીના કૌભાંડના કારણે ભોગબનાર નિર્દોષ ખેડૂત રાજાભાઈએ આત્મહત્યા કરી હતી. તેના ભાઈ છગનભાઈએ રોષભેર જણાવ્યું હતું કે, 'આજે અમે ન્યાય માટે કિરીટ પટેલને રજુઆત કરવા ગયા ત્યારે પોલીસ એક બાજુ શેરીમાં લઈ ગઈ હતી અને રજુઆત કરતા અટકાવ્યો હતો.” અન્ય ખેડૂતે જણાવ્યું કે, ‘બે કલાક સુધી આવું છું, આવું છું તેવું કહ્યું પરંતુ કિરીટ પટેલ આવ્યા નહી.

૧૫ વિઘાનાં ખાતેદાર દંપતીના નામે ૩૦ લાખની લોન ઉધારી દીધી, ખાતું નથી તેના નામે લોનનું કૌભાંડ

કૌભાંડ હોય તેવા ગામમાં જઈ શકતા નથી. અહીંયા આવ્યા વગર ગોરખપરા ચાલ્યા ગયા હતા.' અન્ય એક યુવકે જણાવ્યું કે, ‘મને આઠ-આઠ લાખ રૂપિયાની બે નોટિસો મળી છે. મારૂ બેંકમાં ખાતું પણ નથી, મેં જેડીસીસી બેંકમાં રજુઆત કરી ત્યારે બેંકના અધિકારીએ દાવો કર્યો હતો કે તમારૂ કંઈ નહી થાય પરંતુ અઢી વર્ષથી નોડયુ સર્ટીફિકેટ આપવામાં આવતું નથી. આ અંગે રજુઆત કરવાના હતા પરંતુ કિરીટ પટેલ આવ્યા નહી.' અન્ય એક ખેડૂતે કહ્યું કે, ‘મારે અને મારા પત્નીને સાડા સાત-સાડા સાતવિધાનાબે ખાતા છે, મારા પત્નીના નામે ૧૪.૫૦ લાખ અને મારા ખાતે ૧૬ લાખ રૂપિયા બાકી હોવાની જેડીસીસી બેંકની નોટિસ આવી છે, મારા પિતાના નામે ૩૦ વર્ષથી જમીન નથી અને તેઓ મૃત્યુ પામ્યા તેને ૨૦ વર્ષ થઈ ગયા છે તેના ખાતે ૮ લાખ બાકી હોવાની નોટિસ આવી છે.'

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates