મોટા મૂંજીયાસરમાં સરપંચની આગેવાનીમાં 3000 વૃક્ષોની સરેઆમ સામૂહિક કતલ

22-02-2025

Top News

નવા ઝાડ વાવવાને બદલે વનવિભાગ કે મામલતદારની મંજૂરી લીધા વગર

મોટી સંખ્યામાં લગ્ન નોંધણી માટે પ્રખ્યાત બનેલા મોટા મૂંજીયાસર ગામે ત્રણ હજાર જેટલા વૃક્ષો સરકારી તંત્રની કોઈ મંજૂરી લીધા વગર કાપી નાખવામાં આવતા આ મામલો છેક હાઈક સુધી પહોંચ્યોછે. આ ઝાડ કટિંગ બાદ લાકડાની આવકની રૂા.ત્રણ લાખની રકમ હંગામી ઉચાપત થયાના પણ આક્ષેપો થયા છે. આ બાબતે તપાસના આદેશો છૂટ્યા છે.

લાકડાંની આવક પંચાયતમાં જમા ન કરાવતાં હંગામી ઉચાપતનો આક્ષેપ, મામલો હાઈકોર્ટમાં જતાં તપાસના આદેશ છૂટ્યા

મોટા મુંજીયાસર ગામના પૂર્વ સરપંચ તેના લાકડાના વેચાણની ૫૦% રકમ, રમેશભાઈ કાળુભાઈ સતાશિયાએ ગત વર્ષે વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. જેમાં ગ્રામ પંચાયતે સામાન્ય સભામાં તા. ૨૪-૧૧ - ૨૩ ના રોજ ઠરાવ કરી ગૌચરમાંથી ગાંડો બાવળ, ગોરડ બાવળ અને જાડી જાખરા દૂર કરવા નિર્ણય કર્યો હતો. આ માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવાઈ ન હતી. બાવળની સાથે દેશીકુળના વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા હતા. કપાયેલા વૃક્ષોના થડ આજે પણ સાબિતી રૂપ ઊભા છે. નિયમ મુજબ કલેકટર અને વનતંત્રની મંજૂરી મળ્યા [ પછી જ આ વૃક્ષો કાપી શકાય સરકારમાં જમા થાય છે, જ્યારે ૫૦% ગ્રામ પંચાયતને મળે છે. ગ્રામ પંચાયતને આવી કોઈ રકમ આપવામાં આવી ન હતી. પૂર્વ સરપંચ રમેશભાઈ દ્વારા આ અંગે જુદા જુદા સ્થળે રજૂઆત કરવામાં આવી હતી અને ડેપ્યુટી ડીડીઓ તથા ટીડીઓની તપાસ અંગે સરપંચ જયસુખભાઈ ખેતાણીએ નિયમભંગ કર્યા હોવાનું સાબિત થયું હોવા છતાં કોઈ પગલાં ન લેવાયા હતા. અને આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં લઈ જવાયો હતો. પૂર્વ સરપંચ દ્વારા સરપંચ સામે ત્રણ લાખના હંગામી ઉચાપતની રાવ કરવામાં આવી હતી. આ બાબતે હાઈકોર્ટે આ સમગ્ર તપાસ જિલ્લા કલેકટરને અંગે આગળ પ્રોસેડિંગ કરવાનું હુકમ કયી હતો.

ટીડીઓએ નાયબ ડીડીઓને રિપોર્ટ કર્યો છતાં કોઈ કાર્યવાહી ન થઈ

ટીડીઓએ સરપંચને દૂર કરવા માટે કાર્યવાહી કરી હતી. ગત તારીખ ૨૨/૧૧ના રોજ ડેપ્યુટી ડીડીઓની તપાસનો રિપોર્ટ કરી મંજૂરી વગર બે ગૌચર અને એક ગામ તળમાં વૃક્ષો કાપીને સરપંચ સતાનો દૂર ઉપયોગ કરી બેફામ વૃક્ષોને કાપી નાખ્યા હોવાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. તેમ છતાં સરપંચ ઉપર કોઈ કાર્યવાહી કરાઈ ના હતી. પૂર્વ સરપંચએ ૧૨-૧૨- ૨૪ના રોજ મામલતદારને ગેરકાયદેસર વૃક્ષો કપાયા હોવાનું જણાવી આ અંગે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ ૧૯૫૧ મુજબ કાર્યવાહી કરી સૂચના અપાઇ હતી. પરંતુ મામલતદારે પણ કોઈ પગલાં ન લીધા. સરપંચે અઢીથી ત્રણ લાખ જેટલી રકમ ગ્રામ પંચાયતમાં જમા ના કરાવી અને ઉચાપત થયાંનું પ્રકરણ હાઈકોર્ટમાં જતા કલેક્ટરને કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates