જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 21મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી

03-02-2025

Top News

તુવેર પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો ઈ-કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકશે

સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૨૪-૨૫ માં તુવેર માટે રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ખરીદીમાં જે ખેડૂતો તુવેરના પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓ તા.૩ ફેબ્રુઆરી થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી કરાવી શકશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવાં આવ્યું છે.

જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના કૃષિ ટેકનોલોજીના વિસ્તરણ માટે ૨૧ મી  વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની મિટિંગનું  આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. કે. પી. બારૈયા દ્વારા જામનગર અને દેવભૂમિ-દ્વારકા જીલ્લામાં વર્ષ – ૨૦૨૪  દરમિયાન કરવામાં આવેલ કામગીરી તથા વર્ષ-૨૦૨૫ દરમ્યાન કરવાની થતી કૃષિલક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કરવામાં આવ્યો હતો.  મીટીંગમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ખેતી પર વાતાવરણની અસરો તેમજ ખેતી ખર્ચમાં ઘટાડો વગેરે જેવાં મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી. 

આ મીટીંગમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એન.બી.જાદવ અને સચિવશ્રી ડો. વાય.એચ.ઘેલાણી, કૃષિ યુનિવર્સિટીના અન્ય વૈજ્ઞાનિક ડો. કે.ડી. મુંગરા, ડો. એચ.આર.વદર, ડો. પી.ડી.વેકરીયા અને  ડો. કે.એન.વડારીયાએ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. આ મિટીંગના અધ્યક્ષ ડો. વિ. પી. ચોવટિયાએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખેડૂતો કૃષિ પાકોની નવી નવી જાતો અને તેની ખાસિયતોથી વાકેફ થાય, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેતીમાં નવીનતમ ટેકનોલોજીઓ ખેડૂતો સુધી પહોંચી શકે તેવા પ્રયત્નો કરવા માટે વૈજ્ઞાનિકોને ભલામણ કરી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત મિત્રોને ખેતીમાં આવતી રોગ જીવાતોની સમસ્યાનો હલ કરવા નવીનતમ ટેકનોલોજી વાપરવા અંગે સમજુતી આપવામાં આવી હતી. 

આ મીટીંગના સભ્ય તરીકે લાઈન ડીપાર્ટમેન્ટ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના જુદા જુદા અધિકારીશ્રીઓ શ્રી બી.એમ.આગટ, શ્રી કે.એસ.ઠક્કર, શ્રી જી.જે.કાતરીયા, શ્રી સી.ઓ.લશ્કરી તેમજ અન્ય લાઈન ડીપાર્ટમેન્ટના સભ્યો તેમજ જીલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.


 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates