કેશોદની ઉતાવળી નદીનાં પૂરમાં રિક્ષામાં સવાર 3 લોકો ફસાતાં દોડધામ
23-06-2025
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક 1 થી 5 ઈંચ વરસાદ
જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક ૧થી લઈ ૫ ઈંચ સુધી વરસાદ પડયો હતો. હજુ અનેક વિસ્તારોમાં વાવણી ભાકી છે તેથી આજે પડેલા વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ વાવણીની સિઝન પૂરજોશમાં શરૂ થરો. જૂનાગઢના કાળવા તથા દામોકુંડમાં નવા નીરની આવક શરૂ થઈ છે. કેશોદની ઉતાવળી નદીમાં આવેલા પૂરના પ્રવાહમાં શિક્ષા પસાર થવા જતા ફસાઈ ગઈ હતી. રિક્ષામાં ૩ લોકો હતા તેને બહાર કાઢવા માટે દોડધામ મચી
સૌથી વધુ કેશોદમાં અને સૌથી ઓછો ભેસાણમાં વરસાદ, ગિરનાર પર ઝરણાં વહેતાં થયાં
કેશોદ તાલુકામાં ૫ ઇંચ પહેલા વરસાદના કારણે ઉતાવળી નદીમાં પુર આવ્યું હતું. નદીના પુરમાં રેલ્વે બ્રિજ નીચે એક ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે પુરના પ્રવાહમાં રિક્ષા હંસાઈ જતા લોકોના જીવ અશ્વર થઈ ગયા હતા. સ્થાનિકોએ એકઠા થઈ હેમખેમ રિક્ષામાં સવાર લોકોને બચાવી લીધા હતા. આ અંગે સ્થાનિકોએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા હતા કે, ચાર વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે હજ પુરૂ થયું નથી તેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બ્રિજનું કામ ચાલતું હોવાથી જૂના બ્રિજ નીચે પસાર થવું પડે છે તેના કારણે આ ઘટના બની છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં સ્હેજમાં જ દુર્ઘટના બનતા અટકી છે.
ચોમાસાની શરૂઆતમાં જ મેઘમહેર વરસાવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. આજે સવારથી સાંજે ૮ વાગ્યા સુધીનો જૂનાગઢ જીલ્લામાં સૌથી વધુ કેશોદમાં પ ઇંચ અને સૌથી ઓછો ભેંસાણમાં ૧ ઈંચ વરસાદ પડયો. જે ખેડૂતોએ વાવણી કરી લીધી હતી તેમના માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થયો છે. ગિરનાર પર ૩ ઈંચ, માણાવદરમાં ૨ ઈંચ, વંથલીમાં સઢી ઈંચ, વિસાવદરમાં ૬ ઇંચ, મેંદરડામાં ૪ ઈંચ, માંગરોળમાં ૨ ઈંચ, માળિયામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. દિવસભર ધીમી ત્યારે સતત વરસાદ શરૂ રહ્યો હતો.
જૂનાગઢ શહેરમાં ૨ ઇંચ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાહનચાલકોને મુરશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગિરનાર પર્વત પર સિઝનનો પ્રથમવાર ૩ ઈંચ વરસાદ પડતા પર્વત પરથી પીમી ધારે ઝરણાઓ વહેતા થયા હતા. ગિરનાર પર પડેલા વરસાદથી સોનરબ, દામોકુંડ, કાળવામાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે.