ગોંડલમાં ઊંઝાના ધાણાના વેપારી સાથે રૂ 1.90 કરોડની છેતરપિંડી

15-05-2025

Top News

12 વર્ષથી ઉંઝાની પેઢીનું કામ સંભાળતા મેનેજરે બારોબાર ધાણા વેંચી માર્યા

ગોંડલમાંની જામવાડી જીઆઈડીસીમાં પાણા કલીનિંગ અને પ્રોસેસિંગ કરતી ઊંઝા સ્થિતપેટીના મેનેજરે રૂા.૧.૯૦ કરોડના ધાણા બારોબર વેંચી નાખી છેતરપિંડી થયાની ગોંડલના બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આઉંચાપતની પેઢીના માલિકને જાણ થતાં મેનેજરે ઉચાપત કરેલ રૂા.૧.૯૦ કરોડની રકમ પૈકી ૯૮ લાખની કિંમતનો પ્લોટ લખી આપ્યો હતો. બાકીની રકમ પરત આપવા માટે વાયદો કર્યા પછી ૯૨ લાખ રૂપિયા પરત નહીં આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

ભાંડો ફૂટી જતાં મેનેજરે ૯૮ લાખના પ્લોટનો કાચું લખાણ કરી આપ્યું, બાકીની રકમ ૯૨ લાખ અને પાકો દસ્તાવેજ નહીં કરી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

મહેસાણા જિલ્લાના ઊંઝામાં 'લાભએન્ટરપ્રાઈઝ' નામની પેઢી ચલાવતાં પીયુષભાઈ ગોવિદભાઈ પટેલે ગોંડલની બ્રાન્ચ પેઢીના મેનેજર ઉંઝાના વતની અને હાલ ગોંડલ રહેતાં રાજપૂત ગોબરસિંહ નાગજીભાઈનું નામ આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પેઢીના પ્રોપરાઈટર પીયુષભાઈના કાકાના પુત્ર નિરવ પટેલ છે મેનેજર તરીકે છેલ્લા ૧૨ વર્ષથી ગોબરસિંહ નોકરી કરે છે. મેનેજરને ગોંડલ નજીકના સેન્ટરોમાંથી પાવા ખરીદ કરવાની છુટ આપી હતી.

તે ખેડૂતો અથવા બીજી પેઢી, પાસેથી ધાણા ખરીદ કરી કાચી ચીઢી ઉંઝા ખાતે મોકલી આપતો હતો. ગત વર્ષની તા.૧૨-૩-૨૦૨૪નાં રોજ પિયુષભાઈએ પેઢીનાં એકાઉન્ટ વિભાગમાં હિસાબ ચેક કરતાં સ્ટોકમાં ગરબડ હોવાની શંકા જતાં તેમના કાકાના પુત્રપ્રોપરાઈટર નિરવ પટેલને આ બાબતે ખરાઈ કરવા જણાવ્યું હતું.

એ પછી નિરવનો બે દિવસ બાદ હિસાબ ચેક કરતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેઢીના મેનેજર ગોબરસિંહે વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૬, ૪૭૨ બોરી પાણા જેનું વજન ૨,૫૮,૯૯૧ કિલો હતું હતું. જેની કિંમત રૂા. 1.૯૦ કરોડ થાય છે. તે બડરોબાર વેંચી નાખ્યાનું સામે આવતાં ગોબરસિંહ પાલસે આ બાબતના પૈસો પરત માંગતાં તેણે ગોંડલના ગુંઠાળા રોડ પર ૨૮૦ વારની ૯૮ લાખની કિંમતનો પ્લોટ લખી આપવા અને બાકીનો રૂપિયા ૮૨ લાબ હપ્તેથી ચુકવી આપવાની ખાતરી આપી હતી. પરંતુ એ પછી રકમ કે પ્લોટનો પાકોદસ્તાવેજ નહીં કરી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates