ખાંભાના ગીદરડી ગામે ઉનાળાના પ્રારંભથી પીવાનાં પાણીનો પોકાર, મહિલાઓ હેરાન
17-04-2025
પશુઓ પાણી માટે ભાંભરડા નાખે, મહિલાઓ એક બેડાં માટે દર દર ભટકે
અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગીદરડી ગામમાં ઉનાળો આવતાવેંત જ પાણીનો પોકાર ઉઠયો છે. નર્મદાની પાઈપલાઈન પહોંચી ગઈ છે પણ પાણી વગર ખાલી ખમ રહેતા લોકો એક જ બોર પર આધારિત બની ગયા છે. જેના કારણે બોર પર ભેડાની કતાર લાગી જાય છે. મહિલાઓને પાણીના એક એક બેડા માટે વાડી ખેતરમાં ભટકવું પડે છે.
નર્મદાની લાઈન નંખાઈ ગઈ પણ પાણી છોડવામાં નહીં આવતાં ગામના એક માત્ર બોર પર બેડાંની લાઈનો
અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગીદરડી ગામ નર્મદાની લાઈન નંખાઈ ગયા છતાં આ ગામમાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી.જેના કારણે એકમાત્ર પાણીની ડંકી પર આખું ગામ પાણી ભરવા લાઈનો લગાવે છે. હાલ પાણીના એક એક ભેડા માટે ગીકરડી વાસીઓ તરસી રહ્યા છે પાણી માટે ભટકતી મહિલાઓ પણ સરકાર સામે રોષિત છે
ગીદરડી ગામમાં દર વર્ષ ઉનાળો આવે અને પાણીનું સમસ્યા ઊભી થાય છે અને ગામની મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે.અવેડામાં પણ પાણી ખાલી પડયા છે ત્યારે પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. સ્થાનિકો સાથે માલધારીના પશુઓ પાણી માટે નિસાસા નાખતા જોવા મળ્યા હતા પશુઓમાં ભેશ ગાયો અને ઘેટા બકરા પાણી પી શકે એટલું પાણી પણ અવેડામાં નથી આવતું, ગીદરડીના સરપંચે ખાંભા તાલુકા વિકાસ અપિકારી અને મામલતદાર રજુઆત કરવા છતાં પાણીની સમસ્યા હલ થતી નથી.