ગાયો રાખવા પર મળશે સહાય,જાણો સંપૂર્ણ વિગત?

28-09-2024

Top News

ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે. અને આ દેશ ખેડુતો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. લોકો પશુપાલન દ્રારા પણ ખુબ સારી કમાણી કરી રહ્યા છે.

પશુપાલનના વ્યવસાયને ગતિ પ્રાપ્ત થાય છે માટે સરકાર દ્રારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. આવી જ એક યોજના સરકાર દ્રારા બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગાયોના ઉછેર માટે મળશે સબસિડી....
 
• 40 હજાર સુધીની સબસિડી મળી શકે છે.
 
- ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્રારા આ યોજના અંતર્ગત ગાય ખરીદવા માટે સહાય કરવામાં આવે છે. ગાય સંવર્ધન યોજના હેઠળ 40.000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જો કોઈ ખેડુત ગુજરાતમાંથી ગીર ગાય, પંજાબની સાહિવલ, રાજસ્થાનની થરપારકર ગાય ખરીદવા માગે છે તો સરકાર દ્વારા તેમને આ ગાયો ઉપર 40.000 સુધીની સબસિડી આપવામાં આવશે. આ ત્રણ પ્રકારની ગાયો ખુબ મોંઘી હોવાથી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
• યોજનાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ 
- આધાર કાર્ડ 
- પાન કાર્ડ 
- પાસપોર્ટ સાઇઝનો ફોટો 
- અરજી પત્ર 
- અરજદારનું એફિડેવિટ 
- અરજદારના બેંક ખાતાની વિગતો 
- બેંકની પાસબુકની કોપી 
 
 
• કઈ રીતે અરજી કરશો..
 
ખેડુતોએ પશુપાલન વિભાગ માંથી એક ફોર્મ મેળવવાનું રહેશે.આ ફોર્મમાં આપેલી સંપૂર્ણ વિગત ભરી કચેરીમાં જમાં કરાવવાનું રહેશે. ત્યાર બાદ આપેલ અરજીનું વેરીફીકેશન કરવામાં આવશે. ત્યાર બાદ તમારી અરજી પાસ કરવામાં આવશે. અને અરજી પાસ થયા બાદ તમને ગાય ખરીદવા પર સહાય મળશે.
 
 
 
 
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates